દિલ્હી ચૂંટણી: BJPએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં, AAPના બળવાખોર MLA કપિલ મિશ્રાને મળી ટિકિટ

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજુ કરવામાં આવી નથી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 

દિલ્હી ચૂંટણી: BJPએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં, AAPના બળવાખોર MLA કપિલ મિશ્રાને મળી ટિકિટ

નવી દિલ્હી: દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજુ કરવામાં આવી નથી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. આમ આદમી છોડીને ભાજપમાં સામેલ થયેલા કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી પાર્ટીએ ટિકિટ આપી છે. આ 57 ઉમેદવારોમાં 11 ઉમેદવારો એસસી વર્ગમાંથી છે અને 4 મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે. 

— ANI (@ANI) January 17, 2020

આ ઉપરાંત ભાજપે તિમારપુરથી સુરેન્દ્રસિંહ બિટ્ટુને ટિકિટ આપી છે. જ્યારે રિઠાલાથી વિજય ચૌધરી, બવાનાથી રવિન્દ્રકુમાર, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તાને ટિકિટ આપી છે. શાલીમાર બાગથી રેખા ગુપ્તા, શકુર બસ્તીથી એસ.સી. વત્સ, નરેલાથી નીલદમન ખત્રી, આદર્શનગરથી રાજકુમાર ભાટિયા, પાલમથી વિજય પંડિત, છતરપુરથી શ્રી બ્રહ્મસિંહ તંવર, ગ્રેટર કૈલાશથી શિખા રાય, તુગલકાબાદથી વિક્રમ બિધૂડી, દ્વારકાથી પ્રદ્યુમન રાજપૂત, ચાંદની ચોકથી સુમનકુમાર ગુપ્તા, કરોલબાગથી યોગેન્દ્ર ચંદોલિયા, ઓખલાથી બ્રહ્મ સિંહ, સીલમપુરમાં કૌશલ મિશ્રા, પટપડગંજમાં રવિ નેગીને ટિકિટ આપી છે. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ નામોની જાહેરાત કરતા કહ્યું કે અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 57 ઉમેદવારોના નામ નક્કી થયા. બેઠકમાં પીએમ મોદી, કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતાં. નવી દિલ્હીની બેઠક માટે ઉમેદવારના નામની હજુ જાહેરાત કરવામાં આવી નથી. મનોજ તિવારીએ કહ્યું કે "બાકીના ઉમેદવારના નામની યાદી પણ જલદી જાહેર કરવામાં આવશે. પાર્ટીને દિલ્હી ચૂંટણીમાં બમ્પર બહુમત મળશે તેવી આશા છે." 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આમ આદમી પાર્ટી પોતાના 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 11મીએ પરિણામ આવશે. રાજધાનીમાં આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાં ત્રિકોણીયો જંગ છે. આમ આદમી પાર્ટી સતત ત્રીજીવાર સત્તા મેળવવાની કોશિશ કરી રહી છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પૂરેપૂરું જોર લગાવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news